Saturday, November 30, 2013

પોસ્ટર કોમ્પીટીશન

મિત્રો,
ગુજરાત પ્રદેશ આઈટી સેલ દ્વારા પોસ્ટર કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આપ સર્વ આઈટીના મિત્રો તેમજ ગુજરાતના સમસ્ત કોંગ્રેસીજનને આ પોસ્ટર કોમ્પીટીશનમાં ભાગલેવા આમંત્રિત કરીએ છીએ.



પોસ્ટરની ફોરમેટ:-


પોસ્ટર કોમ્પીટીશનનો વિષય:- UPAયુપીએ સરકારની સિદ્ધીઓ (Achievement)

પોસ્ટર કોમ્પીટીશનની તારીખ :- ૧૫ ડિસે. ૨૦૧૩

પોસ્ટર કોમ્પીટીશનના વીજેતાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સર્ટીફીકેટ આપવામાં આવશે તદઉપરાંત ચુનિંદા હરીફોને આઈટી સેલમાં જોડાવાનો મોકો મળશે 


મુખ્યમંત્રી મૌન તોડે:મહિલા કોંગ્રેસ

Friday, October 25, 2013

મીડીયા વર્કશોપનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા શ્રી અજય માકન કરશે

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭-૨૮ ઓક્ટોબરના રોજ આયોજીત મીડીયા વર્કશોપનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા શ્રી અજય માકન કરશે. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના ૪૦ થી વધુ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મીડીયાની કામગીરી સંભાળતા અને આઈ.ટી. સેલ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સાથે કુલ ૧૨૫ ડેલીગેટો માટે તા. ૨૭-૧૦-૨૦૧૩ અને તા. ૨૮-૧૦-૨૦૧૩ બે દિવસના મીડીયા વર્કશોપનું ‘રાજીવ ગાંધી ભવન’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જશ્રી હિમાંશુ વ્યાસે બે દિવસીય મીડીયા વર્કશોપની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રવક્તાઓના બે દિવસીય મીડીયા વર્કશોપનું ઉદઘાટન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા માનનીય શ્રી અજય માકનજી તા. ૨૭-૧૦-૨૦૧૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે ‘રાજીવ ગાંધી ભવન’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે કરશે. મીડીયા વર્કશોપનું અધ્યક્ષ સ્થાન ગુજ રાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સંભાળશે.

Leadership Development Workshops

Looking forward for Leadership 

Development Workshops 

at Gujarat Pradesh Congress Commitee

Rajiv Gandhi Bhavan
 

Thursday, October 24, 2013

આશારામ ભક્ત મોદીએ આશારામને બચાવવા માટે જ ત્રિવેદી પંચની રચના કરી હતી. : મોઢવાડીયા

 આસારામ આશ્રમમાં તાંત્રિક વિધિ માટે બે બાળકોની બલિ ચડાવી હોવાની વાતનો છેદ ઉડાવી દેતા રિપોર્ટથી ગુજરાતની જનતાના મનની શંકા સાચી પડી છે. સરકાર દરેક વખતે પોતાના અને પોતાનાઓના બચાવ માટે દાંત- નખ કાપેલા તપાસપંચો નિમી દઈને જાતે જ ક્લિનચિટ મેળવી લે છે."

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા એ વધુમાં જણાવ્યું કે ગુજરાતભરમાં હાહાકાર મચાવી દેનારી દીપેશ- અભિષેકની ઘટના પછી રાજ્યના તમામ લોકોમાં આ ઘટનાનો રોષ ફાટી નીકળ્યો હતો. આ રોષના કારણે ગાંધીનગરમાં બેઠેલા નઘરોળ વહીવટદારોનું સિંહાસન ડોલી ઉઠે એવું લાગતા અને આસારામને છત્ર પૂરું પાડવા ગુજરાતના ગૃહવિભાગે અનિચ્છાએ આ ઘટના ઉપર ઢાંકપિછોડો કરવાના ઈરાદાથી જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરી હતી. આ તપાસ પંચ ખૂબ જ ધીમે ધીમે બિનગંભીરતાપૂર્વક પોતાનું કાર્ય કરી રહ્યું હતું અને આ કારણે તપાસપંચની મુદત આઠ વખત વધારવી પડી હતી.

Monday, September 9, 2013

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ



શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા