આસારામ આશ્રમમાં તાંત્રિક વિધિ માટે બે બાળકોની બલિ ચડાવી હોવાની વાતનો છેદ ઉડાવી દેતા રિપોર્ટથી ગુજરાતની જનતાના મનની શંકા સાચી પડી છે. સરકાર દરેક વખતે પોતાના અને પોતાનાઓના બચાવ માટે દાંત- નખ કાપેલા તપાસપંચો નિમી દઈને જાતે જ ક્લિનચિટ મેળવી લે છે."
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા એ વધુમાં જણાવ્યું કે ગુજરાતભરમાં હાહાકાર મચાવી દેનારી દીપેશ- અભિષેકની ઘટના પછી રાજ્યના તમામ લોકોમાં આ ઘટનાનો રોષ ફાટી નીકળ્યો હતો. આ રોષના કારણે ગાંધીનગરમાં બેઠેલા નઘરોળ વહીવટદારોનું સિંહાસન ડોલી ઉઠે એવું લાગતા અને આસારામને છત્ર પૂરું પાડવા ગુજરાતના ગૃહવિભાગે અનિચ્છાએ આ ઘટના ઉપર ઢાંકપિછોડો કરવાના ઈરાદાથી જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરી હતી. આ તપાસ પંચ ખૂબ જ ધીમે ધીમે બિનગંભીરતાપૂર્વક પોતાનું કાર્ય કરી રહ્યું હતું અને આ કારણે તપાસપંચની મુદત આઠ વખત વધારવી પડી હતી.

No comments:
Post a Comment